Mr.Ketankumar M. Patel

મારી એલ.એમ.પી એન્ડ‌ એમ.સી.ઝેડ હાઈસ્કૂલની કીર્તિ શાખાઓ બીલીમોરાના સીમાઓ વટાવી રાજ્યકક્ષા સુધી વિસ્તારી ચૂકી છે 1981 થી કાર્યરત શાળાની યશ કલગીમાં નિરંતર શૈક્ષણિક સાંસ્કૃતિક અને રમત-ગમતના ક્ષેત્રમાં અનેક છોગાઓ ઉમેરાય રહ્યા છે આજના સ્પર્ધાત્મક યોગમાં એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ માટે જરૂરી એવી JEE અને NEETની પરિક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ જેમાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે સાંસ્કૃતિક અને રમત-ગમતના ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યાર્થીઓ પોતાની કલાનું કૌવત રાજ્ય કક્ષાએ બનાવી રહ્યા છે. જે અમારા માટે ખૂબ આનંદપૂર્ણ ઘટના છે.આવી રીતે જ અમારા બાળકો પોતાની પ્રતિભા વધારે, પોતાના માતા-પિતાની યશ, કિર્તી અને શાળાનુ ગૌરવ વધારે એવી આશા રાખીએ અને પ્રભુ એવા સારા કાર્યોમાં અમને અને અમારા શાળા પરિવારને ઉતરોત્તર પ્રગતિ માટેના આશિર્વાદ આપે એવી યાચના પ્રભુ પાસે કરીએ.