Mission
બીલીમોરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત એલ.એમ.પી રેવા એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શેઠ શ્રી એમ. સી.ઝેડ શાહ હાયર સેકન્ડરી સ્કૂલની સ્થાપના ઈ.સ.1981 મા કરવામાં આવી. વાલી , વિદ્યાર્થીની માંગને ધ્યાનમાં લઇ ધોરણ-9 થી ધોરણ-12 સુધીના અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓ દેશના આદર્શ નાગરિક બને એવી પવિત્ર અને ઉમદા ભાવના સાથે ચાલતી સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરી શિક્ષણ જગતમાં અનેરી યશગાથા ફેલાવી છે.
Vision
જ્ઞાનના ધેધુર વડલા સમી મારી એલ.એમ.પી એન્ડ એમ.સી.ઝેડ હાઈસ્કૂલની કીર્તિ શાખાઓ બીલીમોરાના સીમાઓ વટાવી રાજ્યકક્ષા સુધી વિસ્તારી ચૂકી છે 1981 થી કાર્યરત શાળાની યશ કલગીમાં નિરંતર શૈક્ષણિક સાંસ્કૃતિક અને રમત-ગમતના ક્ષેત્રમાં અનેક છોગાઓ ઉમેરાય રહ્યા છે આજના સ્પર્ધાત્મક યોગમાં એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ માટે જરૂરી એવી JEE અને NEETની રિક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ જેવીકે નિરમા (અમદાવાદ) પી.ડી.પી. ગાંધીનગર, એલ.ડી. અમદાવાદ DDIT નડિયાદ,SVNIT સુરત તેમજ અમદાવાદ બી.જે મેડિકલ કોલેજ, બરોડા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જામનગર એમ.પી.શાહ મેડીકલ કોલેજ, સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ, ભાવનગર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ માં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે સાંસ્કૃતિક અને રમત-ગમતના ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યાર્થીઓ પોતાની કલાનું કૌવત રાજ્ય કક્ષાએ બનાવી રહ્યા છે. જે અમારા માટે સ આનંદ ગૌરવપૂર્ણ ઘટના છે તદુપરાંત વિદ્યાર્થીઓ માનસિક સજ્જતા માટે અવારનવાર શાળામાં તજજ્ઞો દ્વારા ઉચ્ચ કક્ષાના સેમિનારો ગોઠવવામાં આવી છે જે શાળા વિકાસ ને સંચાલક મંડળની જાગરૂકતા દર્શાવે છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળાની ભૌતિક સજ્જતા જેવીકે સ્માર્ટ બોર્ડ થી સજ્જ દરેક વર્ગખંડો, અદ્યતન સુવિધાઓ ધરાવતી પ્રયોગશાળાઓ તેમજ વિવિધ રમતોના કોચ સહિતનું વિશાળ મેદાન પણ આંખે ઊડીને વળગે તેવી કાબિલેતરીફ રહી છે ટૂંકમાં શાળાનું પીઠબળ સમા દીર્ઘદ્રષ્ટા સંચાલક મંડળ, શૈક્ષણિક લાયકાત થી સજ્જ શિક્ષક ગણ તથા જાગૃત વાલી સમુદાયના સહિયારા પ્રયાસ થકી શાળા પ્રગતિના નીત-નવા સોપાનો સર કરી રહી છે.
